? ,,,
જીવ્યા પછી એટલી ખબર પડી ગઇ
કે... ... ... ...,
' સુંદર' સુવિચારો લખવા માટે,
' ખરાબ ' અનુભવો થવા જરુરી છે...
' માન' હોય એના પ્રત્યે ' પ્રેમ' હોવો જરૂરી નથી, પરંતુ ' પ્રેમ' હોય, એના પ્રત્યે ' માન' હોવું, ખૂબ જરૂરી છે...
' વાળ' સફેદ કરવામાં જ જિંદગી નીકળી જાય, ' કાળા ' કરવા માટે તો, અડધો કલાક જ જોઈએ...
જેને ' ગુણ 'ની પરખ નથી, એની ' પ્રશંસા ' થી ડરવું, અનેે ' ગુણ' નો જાણકાર છે, એના ' મૌન' થી ડરવું...
' મન ' કપડાનું નથી, તોય ' મેલું ' થાય છે, ' દિલ' કાચનું નથી તો ય, 'તૂટી' જાય છે...
અજાણ્યું ક્યાં કોઇ રહ્યું છે અહીયાં, કોઇ ' નિઃસ્વાર્થ' તો કોઇ ' સ્વાર્થ' માટે, ' ઓળખાણ' કાઢી જ લે છે...!!!
જો ' ઈશ્વર' પણ, જરૂર પડ્યે જ, ' યાદ ' આવતા હોય તો, આપણે તો ' માણસ ' છીએ, એમ ક્યાંથી ' યાદ ' આવશું ...??
' મોટી હસ્તી' મળે એના કરતાં, ' હસતી વ્યક્તિ ' મળે તો, સમજવું
કે ' દિવસ' સુધરી ગયો છે...
આજે જેનું ' મોઢું ' જોવા આપણે, તૈયાર નથી, આવતી કાલે, એના ' પગે ' પડવાના દિવસો, આવી શકે છે...
' ખુબ' સમજીને, કોઇકની ' સાથે' બગાડજો... એક ' ખોટી ' વાતને એક ' અધુરી' વાત, કેટલાય સંબંધ ' તોડી ' નાખે છે...
કાલનો દિવસ, ભલે ' ગમે તેવો' ગયો હોય, પણ ' આજનો દિવસ ' તમને ' ગમે' તેવો જાય, ' તેવી મારી, આપ સૌને શુભકામનાઓ.
? જય માતાજી??