#KAVYOTSAV -2
પ્રેરણા
ભલે રહયો કળિયુગ તું જાંબાઝ બની ઉભરતો જા.
વૈમનસ્ય ધર્મ જાતિનું મિટાવી તું આગળ વધતો જા.
અહમ બ્રહ્માસ્મિ કહી પ્રગતિ ચરિતાર્થ તું કરતો જા.
વસુંધરાની સેવા કરતો વ્રુક્ષોને નિરંતર તું વાવતો જા.
આપણી સંસ્ક્રુતિને દર્શાવી દેશ પરદેશમાં વધારતો જા.
ભાષાઓની શિરોમણી સંસ્ક્રુતને વાણીમાં પરોવતો જા.
જળ સિંચન કરવાં નિતનવા પ્રયોગ રોજ તું કરતો જા.
માત્રૂભૂમિનું ઉતારવા ઋણ "દિલ"થી લક્ષ્ય વિંધતો જા.
દક્ષેશ ઇનામદાર."દિલ"..