તારા ગુનાઓનો તું એકરાર કરી જો.
મળશે પ્રભુ જીવન આરપાર કરી જો.
છે એ તો ભાવનાનો ભૂખ્યો ભગવંત,
કરી એની પ્રાર્થનાને અશ્રુધાર કરી જો.
હશે એ પણ ઉત્સુક તને મળવા કાજે,
અસ્તિત્વ તારું એમાં એકાકાર કરી જો.
છો ભવરોગનો મરીઝ તું જન્માંતરથી,
એની રૂપમાધુરી નયનથી દીદાર કરી જો.
છે અનુપમ ભક્તવત્સલતા એની સદા,
બની નિ:સ્વાર્થી એને તું પ્યાર કરી જો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '