હું તો હજી ઉગીને સમો થયો છું,
મારામાં હજી તમ જેટલું જોર કેવું;
હજી ચાલતા શીખું છું,બોલતા પણ,
તમે ભર બજારમાં મને એકલો કેમ કરો છો;
હજી તો ઘણી કાચી બુધ્ધિ છે મારી,
મને સ્વાર્થી ચહેરો ઓળખતાં નહિ આવડે;
તમે અવગતતો કરાવો મને આ જમાનાથી,
નહિતર ભૂલો પડી જઈશ હું,એકલો પડી જઈશ હું;
તમને તો ખબર છે મારી બધી પરિસ્થિતિની,
તો પણ હરવાર મને જ કેમ ચૂંટો છો વિખેરાવા માટે;
રવિ નકુમ 'ખામોશી'
#kavyotsav_2 .0
#કાવ્યોત્સવ_2 .0