ઘણા હસાવ્યા તે લોકોને, દર્દ તારું દૂર કરવા,
આંસુ નાં એ દરિયાને વહેવડાવી ને તો જો,
પથ્થર દિલ બનાવ્યું લાગણી ને છુપાવવા,
દર્દ મને પણ થાય છે એક વાર પૂછીને તો જો.
પથ્થર તો ખૂબ પૂજ્યા તે આખી જિંદગી,
એકવાર માણસ નામના પ્રાણીને પુજીને તો જો.
ગાડી - બંગલા - જવેરાત તો બહુ ખરીદ્યા,
એકવાર ઝૂંપડાં નાં ગરીબોની પીડા ખરીદી તો જો.
લોકોને તો બહુ ઓળખ્યા તે,
ભીડ ની વચ્ચે તારી જાતને ઓળખીને તો જો.
દુઃખ ઘણા વેચ્યા લોકોના જીવનમાં,
હાસ્યને મફતમાં વેચી તો જો.
રમત તો ઘણી જીતી જિંદગીની,
એકવાર કોઈનું દિલ જીતી તો જો.
અસત્ય ની છાયા હેઠળ ઘણું જીત્યો તું,
એકવાર પોતાની જાત ને કોઈ સામે હારીને તો જો.
ઈર્ષ્યા - વેરભાવ થી ખદબદતી દુનિયામાં,
એકવાર પ્રેમનાં સાચાં સુરને છેડી ને તો જો.
પૈસાની તાકાત તો બહુ દેખાડી લોકોને,
તાકાત હોય તો મુત્યુ ખરીદી ને તો જો.