મળી લેવું હતું ને કહી દેવું હતું...
રાત ઓછી પડતી હતી ને વાત વધી પડતી હતી...
ક્યાંક કઈ રહી જાય એ ઝંખના રહી જતી જતી...
તને મળવા ની બેચેની પણ વધતી જતી હતી...
ખરેખર જે અનુભવ્યું તે પણ અનુભવ્યું એ કહી જતી હતી.
આટલુ બોલતા કે લખતા કે કેહતા કેહતા આંખ વહી જતી હતી...
એકલતા મને ભરડી જતી હતી એની બાથ માં થી છુટતી હતી...
દોડી ને આવે એ જ રાહ જોતી હતી...
એ વિચારી આંખો ભીની થઈ વારંવાર સુકાતી હતી...
ઈશારા સમજતા સહુ ને હતાં પોતાને કેમ કરી રોકી હતી...
જાણે અજાણે હું ભટકી હતી કે બસ થાકી હતી...
વિરહ ની ઘડી મને કોરી ખાતી હતી....