#Kavyotsav 2
ગઝલ - નહોતી ખબર મને
વાણીથી થાય વાર એ નહોતી ખબર મને,
ઊંડા બને નિશાન એ નહોતી ખબર મને,
તન પર તો થાય છે જ ઉઝરડા ધણી વખત
મન પણ ઘવાય આમ એ નહોતી ખબર મને,
શબ્દોથી ભાવ વ્યકત ઘણા થાય છે ખબર
આંખો ખુલ્લી કિતાબ એ નહોતી ખબર મને,
હંમેશ નાક પર રહે ગુસ્સો હું જોતી એ
પાછળ છે તેની પ્યાર એ નહોતી ખબર મને,
નાણાં નું ધ્યાન ખૂબ એ રાખે,મને હતું
મારો જ છે કબાટ એ નહોતી ખબર મને.
-શ્વેતા તલાટી