#kavyotsav -2
"અમુલ્ય જીવન"
આમ તો સ્વપ્ન એ મન થી ઘડેલી કહાની,
જેની ભીતર અગણિત લાગણીઓ હોવાની.
તૃષ્ણા અનોખી છે મૃગજળને મેળવવાની,
એ જ મોહને પામવા તો દરરોજ સવાર ઊગવાની!!
મુશ્કેલી તો હંમેશ ડગલે ને પગલે સાથે આવવાની,
નક્કર સાબિતી એ જ તો છે માણસના જીવંત હોવાની,
અંતમાં તો જીંદગી રાખ માં ભળી જવાની,
ત્યાં સુધી તો સૌનાં હૃદયમાં સુગંધ પ્રસરાવી જવાની!!
જીવન ની કવિતામાં રોજ નવીન પંક્તિઓ લખવાની,
ક્યારેક તો હકીકત ની મુલાકાત સપનાં સાથે થવાની.
કસોટીની આગમાં તપીને જ હીરાની સાચી પરખ થવાની.
'ને અસ્તિત્વથી અંત સુધીની સફર રોમાંચક બની જવાની.
સમયની દરેક પળ અમથી પણ વહી જવાની,
ઈચ્છા રાખીએ મનોમંથન થી ખુદ ને પામવાની.
દરિયો બની શું કામ ખારાશ ભેગી કરવાની?
એનાં કરતાં મીઠાં ઝરણાં ની જીંદગી મજાની!!
-Bansari Modha