મુખે " ના- ના" કરતી તુંને ભીતરનો સંગ અપાર.
હૈયે હૈયું મિલન થૈ ચૂક્યું ઝંખના જેની પારાવાર.
ઢાળી નેત્રોને જાણે કે અવગણના કરતી સદાય,
ભીતર વડવાનલ ભભૂકે કેમ કરીને એ સહેવાય?
જવા મુજથી દૂર તું ટાળતી મુલાકાત જાણે કેવી!
ભીતરનો સંગ ભારી મન હરી મનોમન તુજને સેવી.
અપ્રગટ સ્નેહ તારો પ્રથમદર્શને અકળાવી મૂકતો,
તોય દર્શનાભિલાષી મુખારવિંદ જોવાનું ન ચૂકતો.
અભિવ્યક્તિ અંતર તણી જાણે કે રહી ગોપનીય,
દૂર તોય નજીક ભાસતી રૂપરાશિ રખે સરાહનીય.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '