સંબંધ જો બાંધો તો એને નિભાવજો પ્રેમથી,
સંબંધ જો બાંધો તો એને નિભાવજો હૂંફથી,
સંબંધ તો એને કહેવાય જ્યાં મન મળે,મત નહીં,
હોય જો મત દરેકના અલગ તો ચાલશે,
પણ મનમેળ નહીં હોય ને તો એ સંબંધ ટકવો/ટકાવવો મુશ્કેલ થશે,
ઝૂકવું જો પડે સંબંધને ખાતિર તો ઝૂકી જજો,
પણ એકલા રહેવાને સંબંધનુ નામ નથી દેવાતું,
આથી જ સંબંધ બનાવવા બે લોકોની જરૂર હોય છે,
બનાવો જો એક વખત સંબંધ તો એને ભૂલી ન જતા,
ક્યારેક પોતાની વ્યસ્ત જિંદગીમાંથી સમય કાઢીને એ સંબંધ માટે થોડોક સમય ફાળવી લેજો,
પછી તો એ સંબંધને એમની શોકસભા પછી સમય -સમય પર એમને યાદ જ કરવાના રહેશે,
અજાણ નથી આપણે જમાનાની હકીકતથી તો પણ આપણે એમને ન મળવા માટે ક્યારેક બહાના બનાવીએ છીએ,
પછી એમની યાદોમાં મળવાના શમણાં જોઈએ છીએ,
માટે જ કહ્યું છે કે આ શોકસભા માત્ર એક ફોર્માલિટી હોય શકે,
પરંતુ જીવતા સંબંધને જીવંત રાખવાના પ્રયાસો કરતા રહીએ,
જો ન હોય સમય એને આપણે ત્યાં આગમન કરવાનો તો જરા આપણે જઈને થોડીક ખુશીઓની પળો ભેગી કરી લઈએ!