ભાવ
ભાવ ના ભૂખ્યા છે ભગવાન;
ભક્તો માં વસે એમનો જીવ જાન.
માં યશોદા ને આપ્યું સુખ, કરી ખૂબ તોફાન.
મીરાં નો પ્રેમ, ભાવ ના કારણે હતો મહાન
રાધાએ તો કાન્હા ને સમર્પિત કર્યો એનો જાન;
વળતા, પ્રભુ ના વસતા હતા રાધાજી માં પ્રાણ.
ગોપ ગોપી ઓ સંગ રચી રાસ, વધારી એમની શાન.
નરસી મહેતાને તો મળ્યું હૂંડી રૂપે, પ્રભુ નું વરદાન.
શબરી ના એંઠા બોર પ્રભુએ ખાધા; વધાર્યું એનું સન્માન .
ભક્ત જો આપે ભાવભર્યા પ્રેમ શ્રદ્ધા અને માન;
તો દોડતા આવે પ્રભુ ભક્ત પાસે, ભક્ત ના દિલમાં વસે એમનો જાન.
Armin Dutia Motashaw