#KAVYOTSAV -2
પ્રેમ કહાની...
-----------------
હીર અને રાંજાની એક વાત હતી,
જેમાં આપણી છુપાઈ જાત હતી.
લૈલા ને મજનું ક્યાં વિસરાય કદી,
પ્રેમનાં કિસ્સામાં સદા હયાત હતી.
ઝેર પીધા મીરાંએ હસતા વદને,
અલૌકિક પ્રેમની નોખી ભાત હતી.
સ્વપ્ન રોમિયો,ને પાંપણો ઝુલિયેટ,
એવીજ તો આપણી મુલાકાત હતી.
ને સહસા દિલ મારુ તે જીતી લીધું,
જિંદગી મારી થઈ કેવી મ્હાત હતી.
આભ ઝાકળ બની ફૂલને ભેટયું તું,
કદી ન ભુલાય એવી એ રાત હતી.
મીણ બની પથ્થર હૃદય પીગળ્યું તું,
તું આવી જ્યારે મારી સાક્ષાત હતી.
સમજાવ્યું છતાં દિલ મારુ માને ના,
મારા હાથે લખાય પ્રેમની ઘાત હતી.
- માર્ગી પટેલ