Gujarati Quote in Poem by પારૂલ ઠક્કર... યાદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ૨


માળી ના દિલની વ્યથા...

આજે એક ફૂલ ને બીજા ફૂલ સાથે લડતા મેં જોયું છે,
-->માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...

કચાશ ક્યાં રહી માવજતમાં મારી ?
કારણ શોધવા મન ખૂબ ઢંઢોળ્યું છે...

-->માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...

સિંચન હતું પ્રેમનું, લાગણી નું ખાતર પણ સપ્રમાણ હતું,
કંટકો ને દૂર કરવાનું જતન પણ સરખું જ કર્યું છે...

-->માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...

તડકો અને છાંયો બેય ના ભાગે સરખો જ હતો,
કદાચ બદલાતા જમાનાની હવામાં એક ફૂલ બાગથી વિખૂટું પડયું છે...

-->માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે....

"યાદો"ની ક્યારીમાં પલ-પલ જતન કર્યું હતું,
છતાં એક ફૂલ ક્યારીથી વિખૂટું થયું છે...

-->માળી સરીખું દિલ મારું આ જોઈ ખૂબ રોયું છે...

પારુલ ઠક્કર "યાદે"

Gujarati Poem by પારૂલ ઠક્કર... યાદ : 111164385
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now