ભાગ્ય
લખ્યું હશે ઈશ્વરે ભાગ્ય, શ્રુષ્ટિના કણ- કણનું
લખ્યું હશે ઈશ્વરે ભાગ્ય, શ્રુષ્ટિની પળ- પળનું,
કોઈ માનવ આળોટે વૈભવી વિલાસે,
કોઈ જીવન જીવે, બે ટંકનાં અભાવે,
કોઈ કાષ્ઠથી, મંદિરના દરવાજા શોભાય,
કોઈ કાષ્ઠથી, અગ્નિદાહ દેવાય,
કોઈ પળ સાક્ષી બને, નવસર્જનની.
કોઈ પળ સાક્ષી બને, માનવસંહારની
કોઈ હવા આપે, શીતળ શાંતિ.
કોઈ હવા બને, વિનાશક આંધી.
કોઈ જળ બનાવે, ધરતી હરિયાળી.
કોઈ જળ ફેલાવે પ્રકોપ અતિવૃષ્ટિથી
કોઈ પથ્થર રસ્તે ઠોકર ખાય,
કોઈ પથ્થર ભગવાન બની પૂજાય.
-રક્ષા મામતોરા