ચરણ પખાડ્યાં પછી બીજું કૈં કહેવાય નહિ.
ઊતારું ગંગાપાર એની ઊતરાઈ લેવાય નહિ.
ભાગ્યભાજન કેટલો કે સામેથી રામ આવ્યા,
લીધી શરણાગતિ સ્વીકારી મુખેથી વદાય નહિ.
કેટલા કિસ્મતવાળા હાથ મળ્યા જેને રઘુનાથ,
અકળ લીલા મારા રામની કોઈથી કળાય નહિ.
હવે આ નૌકામાં કદી આમજન બેસાડાય નહિ,
ચરણ પડ્યાં જ્યાં રામનાં એમને હંકારાય નહિ.
ચરણોદકે સુધરી મતિ પૂજન નૌકાનું અહર્નિશ,
ક્યારે આવે પુનઃ પ્રભુ એની પ્રતિક્ષા છોડાય નહિ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '