#kavyostav -2 # અધ્યાત્મ ઈશ્વર. " જપ જ શ્રેષ્ઠ" "જપ જ શ્રેષ્ઠ"
દુઃખે ભરેલી આ દુનિયા ને,
આનંદ કોણ આપશે,
નારાયણ નું નામ જ એક,
મન ને સુખ આપશે,
ત્રુટિ ઓ મારી એટલી બધી,
હું બન્યો પરેશાન રે,
મન માં મને ચીંતા એટલી,
ચિતડું મારું દુઃખી રે,
આનંદ પામવા જપ લો એક,
રાધા કૃષ્ણ નામ જ એક,
કલયુગ માં તો જપ જ શ્રેષ્ઠ,
ૐ નમો ભગવતે વાસુદેવ
- કૌશિક દવે