#kavyotsav -2
?માખણ?
ભરી મટુકી લાવી ગોરસ,
રાધેરાણી ગોવિંદને કાજ.
પ્રેમે પીરસી આપે મોહનને,
રાધા જ્યારે પોતાને હાથ.
ચાખી માખણ મોં મચકોડે,
કહે ગોપાલ,નથી કોઈ સ્વાદ!
જુએ હેરત થકી રાધારાણી,
ગોરસ તાજા વલોવ્યા આજ.
બોળી અંગુલિ અડાડી હોઠે,
મીઠાં હતા ગોરસના સ્વાદ!
કહે માધવને જૂઠા તમે છો,
ના માનુ તમારી કોઈ વાત.
મલકી હરિવર કહે છે, રાધે!
પહેલા માખણ હતું બેસ્વાદ.
સ્પર્શ પામ્યા તવ અધર તણાં,
ત્યારે ભળ્યા માખણમાં સ્વાદ.
જાગૃતિ રાઠોડ
ભાવનગર.