બેન...
શું માં ને વિસામો આપવા ઈશ્વરે બેન બનાવી હશે ...??
આટલી નીસ્વાર્થ અને આટલી પ્રેમાળ કેમ બનાવી હસે??
શું આટલું કામ કરીને એ થાકતી નહી હોય?
એવું તો કેટલુંય એને જોતું હસે પણ એ માંગતી નહી હોય...
એ હંમેશા ઉમર કરતા થોડું વધું સમજતી હોય...
એટલેજ કદાચ આટલું જતું કરી શકતી હોય...
એ ભુખ્યા પેટે બધાને ખવડાવી શકે...
કામ પરથી થાકી ને આવેલા બાપને ક્ષણમાં હસાવી શકે....
ભાય એના નાનકડા વીશ્વ નો મોટા મા મોટો ભાગ છે...
બેન રૂપી વાજીંત્ર મા હરરોજ વાગતો રાગ છે..
બધા જાણે છે એક દિવસ સાસરે જવાની છે...
પણ તોયે કેટલી પોતાની છે...
ખરેખર એનું સ્વરૂપ શક્તિ છે...
પણ આપણે સમજી નથી શકતા કારણકે એનો સ્વભાવ ભક્તિ છે...
ચાર પંક્તિ મા બેનને કેમ સમાવી શકું?
નાનો અમથો ખોબો , સાગર કેમ લાવી શકું..?
બેન...??
#kavyotsav2 .0