મર્યાદા કુટુંબની પાળનારી સ્ત્રી દેવી સ્વરૂપા લાગે.
પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી દેવી સ્વરૂપા લાગે.
લજ્જા ભૂષણ ગણનારી, પતિને અનુકૂળ થનારી,
દેતી અતિથિને જે સત્કારી, સ્ત્રી દેવી સ્વરૂપા લાગે.
સેવા શ્વસુરગૃહે કરનારી, મીઠી જબાનને ઉચ્ચારી.
માતૃવત્ ભોજન જે દેનારી, સ્ત્રી દેવી સ્વરૂપા લાગે.
સત્યને માર્ગે ચાલનારી, જીવન ચરિત્રથી શણગારી.
મંત્રીવત્ સલાહ આપનારી, સ્ત્રી દેવી સ્વરૂપા લાગે.
ગુણગાન ઇશ્વરના ગાનારી, કૂળદેવી દેવને પૂજનારી.
જમાડીને પછી જે જમનારી, સ્ત્રી દેવી સ્વરૂપા લાગે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '