# Kavyotsav 2
ગઝલ - આ બધા સાથે જ છે
સાથ મારી ચાલવામાં આ બધા સાથે જ છે
તો ય પાછળ પાડવામાં આ બધા સાથે જ છે
સુખમાં સૌ સાથ જે, દુઃખમાં બધા ક્યાં હોય છે ?
પણ “હું છું ને”બોલવામાં આ બધા સાથે જ છે
હોઉં સામે ત્યારે મીઠું બોલનારા આ જ છે !
પીઠ પાછળ કાપવામાં આ બધા સાથે જ છે
ફાટ સંબંધો મહી કંઇ પાડશે , ને ખુશ થશે
ને પછી એ સાંધવામાં આ બધા સાથે જ છે
વાત મનની એ બધી જાણી જ લેશે ને પછી
ખીચડી કંઇ રાંધવામાં આ બધા સાથે જ છે
હું ગણું છું પૂજ્ય સ્રીને,એમ સૌ કહે છે છતાં
દૂર રહીને તાકવામાં આ બધા સાથે જ છે
- શ્વેતા તલાટી