Gujarati Quote in Poem by Umesh Tamse

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

એકક્ષણ પણ હું રહી શકતો નથી તારા વગર,
પાઠ જીવનનાં ભણી શકતો નથી તારા વગર.

પ્રેમ દિલમાં હું ભરી શકતો નથી તારા વગર.
કોઇ દી ખુદને મળી શકતો નથી તારા વગર.

જિંદગી સામે લડી શકતો નથી તારા વગર,
હામ ભીતરમાં ભરી શકતો નથી તારા વગર.

ફૂલ માફક મ્હેકું છું જીવનમાં તારા કારણે,
જિંદગી મારી ગણી શકતો નથી તારા વગર.

સ્વર્ગથી સુંદર બનાવી દીધી મારી જિંદગી,
કલ્પના મારી કરી શકતો નથી તારા વગર.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Poem by Umesh Tamse : 111162574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now