Gujarati Quote in Poem by Dr Riddhi Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોવાયેલી યાદો

તસવીરો જોઈને આજે ભીજાય છે આંખો,

         હૈયે વસેલી મારી શૈશવની  એ પ્રેમભરી યાદો.

હતી રોમાંચક એ આબળી પીપળીની રમતો,

          સાતતાળી ને અમદાવાદ ને સાથે રમાતો થપ્પો.

ઉતરાયણનુ એ ઉધિયુ ને પતંગ કાપતો સુરતી માંજો

          વધેલી દોરીએ થતો લંગચિયાપેચનો ઝપાટો.

હોળીએ દેખાતો આપણો વાન રૂપાળો,

       ધુળેટી રમી લેતા ના મળતો કોઈ સિકલનો તાળો.



દફતર  ઉપાડી સ્કુલ જતો દોસ્તોનો એ મેળાવડો,

       શનિવારે થતી કસરતો નો મસ્તી ભર્યો હારમાળો.

રૂપિયાની ચોકલેટમાં તો મહિનો ખુશ થાતા,

      આજે સો રૂપિયાના ખાવામાં પણ ક્યાં  હરખ થાતા.

વધી છે આજે સગવડો ને સુખ સાહ્યબી,

      પણ ખુટે છે આજ સૌમાં સંતોષ ને પ્રેમની લાગણી.

ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"

                 *      *       *       *        *

Gujarati Poem by Dr Riddhi Mehta : 111162221
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now