જગતમાં ક્યાં સદા કોઈની કોઈએ તરફદારી કરી છે ,
એ તો હોયે જરૂરત ત્યારે વાતો આ સદા સારી કરી છે.
બધા આજે લગાવી બેઠા છે સાગર ઉપર ઇલજામ ,પણ આ
નદીઓએ, જઇ સાગર ભળી નિત જાતને ખારી કરી છે.
કદી ભીષ્મ ને ક્યાં કોઈ અહીં મારી શકત જગમાં આ રીતે,
આ તો આડશ લઈને અર્જુને, આ ચોટ ગોઝારી કરી છે.
સદાથી મુજ અશ્રુને માં જરામાં ઓળખી જાયે, ને બોલે
બેટા તે તો અશ્રુ છૂપાવવા ભારે અદાકારી કરી છે.
કરી ધારણ તે ભગવા, ને સદા બદનામ ભગવા ને કરે છે,
મળે છે ઓછા જેણે જાત ભગવા સાથે અલગારી કરી છે.
સતત ગરમી વધે છે એવી ફરિયાદ તારી સાચી ક્યાં છે?
તે નિત આ ઝાડ કાપીને બધે જગ્યાઓ એકધારી કરી છે.