Gujarati Quote in Poem by Jatin.R.patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળીને આવ્યો છું..

"તડપ,તરસ,ઈચ્છાઓ એની બાકી હતી ઘણી..
આજે હું એની એ અધૂરપ પુરી કરીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

ટુકડામાં,તણખલા માં એ વિખરાયેલી હતી પહેલાં..
હાથ વડે સંકેલી એને પૂર્ણ બનાવીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

પાનખર નાં કોઈ વૃક્ષથી અલગ પર્ણ જેવી હતી એ..
મારાં સ્પર્શ થકી એને વસંત ની રંગત આપીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

ઉદાસ હતી,બેનૂર હતી કે કોઈ ખુશી નહોતી એનાં ચહેરા પર..
એક મુલાકાત માં એની મુસ્કાન નું કારણ બનીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..
પાગલ,પાગલ કહે છે મને એ ઘણાં પ્રેમથી..ઘણાં હેતથી..
એ પોતે પણ પાગલ છે એ વાત જાણીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

એની મય ભરેલી અધરોની જોડ કોઈ મયકશ શોધતી હતી..
હળવેથી ચૂમી એનાં અધરો પર મય ઢોળીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

દિશાશુન્ય બની ઉભી હતી એ દુનિયાની ભીડમાં એકલી
એનાં હાથમાં મારો હાથ મૂકી મંજીલ બતાવી આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

મજનુ,આશિક અને લવરિયા તો ઠેરઠેર નજરે પડતાં હોય છે..
એક રાધા-કિશનની પ્રેમ કહાની ફરીથી શરૂ કરીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

થોડી વાર પહેરી હતી મારી ખમીસ એને પણ..
એ બહાને ખમીસમાં એનાં બદનની ખુશ્બુ ભરીને આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

ઘણી બધી વાતો કરી એકમેકની આંખોમાં જોતાં જોતાં એમજ..
ઘણી અધૂરી વાતો મૂકી ફરી મળવાનું કારણ આપી આવ્યો છું..
હું એને મળીને આવ્યો છું..

એને કહ્યું કે એતો ઘણાં સમયથી હતી શિવાય ની દિવાની..
એનો દિવાનો આજે ખુદને બનાવીને આવ્યો છું.
હું એને મળીને આવ્યો છું..

-જતીન.આર.પટેલ (શિવાય)

Gujarati Poem by Jatin.R.patel : 111161629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now