Gujarati Quote in Religious by રામાશ્રય જ્યુબીલી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અવતાર તમે...!!*
?????????

માતા રેણુકાના લાડ પ્યાર તમે, પરશુરામ અવતાર તમે.
પિતા જમદગ્નિ તણા કુમાર તમે, પરશુરામ અવતાર તમે.

મહેન્દ્રગિરિ સદા વસનાર તમે, વિપ્રકુળના શણગાર તમે.
ભાલે ત્રિપુંડ ધારણ કરનાર તમે, પરશુરામ અવતાર તમે.

સંગ પરશુ બાણ રાખનાર તમે, ઉગ્રવચનને વદનાર તમે.
આવેશ અંગેઅંગ ધરનાર તમે, પરશુરામ અવતાર તમે.

રામ સંગ પનારો પાડનાર તમે, મિથિલા ગજવનાર તમે.
રામ ઐશ્વર્ય દેખી વંદનાર તમે, પરશુરામ અવતાર તમે.

પિતૃ આજ્ઞાને પાળનાર તમે, જનનનીને હણનાર તમે.
પુનઃ સજીવન કરનાર તમે, પરશુરામ અવતાર તમે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '
?????????

Gujarati Religious by રામાશ્રય જ્યુબીલી : 111161428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now