"રંગો ના તરંગો " જીગર કુમાર પંડ્યા
ઇડરગઢ
"ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો " દરેક ગુજરાતી ના મુખે ગવાતું આવ્યું છે .. સદીઓ થી ઉભો ઈડરિયો ગઢ અજેય રહ્યો છે .."ઈલ્વદુર્ગ " ના નામ થી પાંડવ સાથે જોડાયેલ ઇતિહાસ હોય કે ઇડરસ્ટેટ નો ઉજાસ ...કોઈ અજાણ નથી ....અનેક મહાનુભાવો ની જન્મ ભૂમિ કર્મભૂમિ રહી છે આ ધરતી .....આ શિલાઓ ...આ કોતરો ..
પણ શું આ ઐતિહાસિક ઇડરગઢ સુંદરતા સચવાય તે પ્રત્યે ની જવાબદારી ઈડરના રહેવાશી ઓ ની જ છે ? લિગ્નાઇટ ની ભૂખ શું શિલાઓ ને કોતરી ખાશે ??
સદીઓ જૂની પાંડવકાલીન શિલાઓ આવનારી પેઢી ને ગુગલ માં સર્ચ કરીને બતાવી પડશે જો સભ્ય સમાજ જાગૃત નહિ થાય તો ...સામાજિક સંસ્થા ઓ અને ઇડર ના રહેવાશી ઓ તો આંદોલન ના માર્ગે છે જ ...
મારો પ્રયત્ન ઇડરગઢ બચાઓ આંદોલન ને વેગ મળે , તંત્ર સુધી આર્ટ ઘ્વારા કલર પીંછી થી તંત્ર ને "આવેદન " આપીને મૂંગામોઢે સંદેશો આપના માધ્યમ થી પહોંચે ...
વોટર કલર થી હું રોજ એક પેઇન્ટિંગ બનાવી ફેસબુક અને સોસીઅલ મીડિયા માં મુકું છું ...ઇડરગઢ ની ઐતિહાસિક વિરાસત ને પ્રવાસન માં સ્થાન મળે ...વધુ માં વધુ પ્રવાસીઓ આવતા થાય અને સરકાર પણ પ્રવાસન શ્રેણી સ્થાન આપે ..
ઇડર ગઢ ની અસ્મિતા ,ઐતિહાસિક વિરાસત ને જનજાગૃતિ માટે પ્રયત્ન શીલ ઇડરવાસીઓ સાથે હું પણ સહકાર આપીશકું ...કલર ..પીંછી ..થી .......
ઇડરગઢ ઉપર વિશાળ પથ્થરો વચ્ચે પ્રવાસ કર્યો ત્યારે મન
માં વિચારો સાથે શબ્દો ની સ્ફુર્ણા .
"મોં ફાડી ને ઉભો સદી ઓ થી
પવનો ની લહેરો વચ્ચે ...
સુસવાટા સાથે શ્વાસ લીધા ..
જઈ એની બખોલ માં ..
હું ઈડરિયો ગઢ છું ...કેટલીયે થપાટો ખાઈ ઉભો છું ....
ઘસરકા લાગ્યા સમયે સમયે ...
સદીઓ થી જોયા તડકા છાયા
કેટલાકે અદભુત કીધું ..
ને કોઈકે કીધો પથરો .
હા હું ઈડરિયો ગઢ છું ...!!!!!
રંગો ના તરંગો
જીગર પંડ્યા