જીવન એક પરપોટો...(ગુજરાતી ભજન)
ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ,
જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો...(૨)
માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ,
રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો......
સપનાની આ દુનિ યામાં તું રાત ગુમાવી દઈશ,
સપનું જયારે તુટશે નિંદ્રાથી ,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો........
ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ,
કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક પરપોટો ...
જીવન છે,મુસીબતો તો આવશે, વાત બીજાઓને ન કહીશ,
હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે.......
જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ
વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે......
-મહેન્દ્ર ભટ્ટ
જય શ્રી કૃષ્ણ