The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માતૃભારતી ના વાચક મિત્રો નવા વર્ષ ૨૦૨૦ ની શુભ કામનાઓ ખુબ જ મોટો ભંડાર માતૃભારતી ઉપર છે,એમાં મેં પણ ક્યાંક સાહિત્યને નાના પ્રયત્નથી ભેળવ્યું છે.અહીં ખુબ જ રસિક વાચકો છે.ધન્યવાદ.
જીવન એક પરપોટો...(ગુજરાતી ભજન) ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ, જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો...(૨) માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ, રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો...... સપનાની આ દુનિ યામાં તું રાત ગુમાવી દઈશ, સપનું જયારે તુટશે નિંદ્રાથી ,જુઠાણાનો શું ભરોસો,જીવન એક પરપોટો........ ગણતરીના શ્વાસો છે તારા સમય ગુમાવી ન દઈશ, કોઈ તારું હશે ન ત્યારે,જિંદગીનો શું ભરોસો,જીવન એક પરપોટો ... જીવન છે,મુસીબતો તો આવશે, વાત બીજાઓને ન કહીશ, હિંમત રાખી જીરવી લેજે,બીજાઓનો શું ભરોસો,જીવન એક પરપોટો છે....... જનમ્યો ત્યારે એકલો હતો ને એકલો એકલો જઈશ વ્હાલા પ્રભુની ભક્તિ કરી લે,આ કાયાનો શું ભરોસો,જીવન એક પરપોટો છે...... -મહેન્દ્ર ભટ્ટ જય શ્રી કૃષ્ણ
જીવન જીવન ચાલ્યું જાય છે, વહેતા એ પ્રવાહમાં ક્યારેક નમવું જરૂરી છે સતત જીભની વાણીમાં કડવું ન ઘોરતા, મીથાસની જરૂર છે જીવન તો સંગ્રામ છે લડતા પડતા ક્યારેક સંભાળવું જરૂરી છે લખાતા લેખન કાર્ય માટે લેખકને વાચન જરૂરી છે સર્જન કવિતાનું કરો તો ઝરમર ઝરણાનું સુમુધુર સંગીત જરૂરી છે ભાવ કરો ભગવાનનો મન એકચિત્ત હોવું જરૂરી છે સુ:ખ દુ:ખ ઘટ સાથે ઘડાય છે સમભાવે જીવવું જરૂરી છે શુભ તો નક્કી છે મનવા બસ શાંત રહેવું જરૂરી છે. -મહેન્દ્ર ભટ્ટ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser