દીકરી
બાગમાં ખીલેલું ફૂલ
બસ મહેકયા જ કરે
ને મહેકાવ્યા કરે.
દીકરી
ખળખળ વહેતું ઝરણું
કયાંય રોકાય જ નહીં
બસ વહ્યા જ કરે.
દીકરી
આમતેમ ઉડતું પતંગિયું
એક જગ્યાએ ટકે જ નહીં
બસ ઉડ્યા જ કરે.
દીકરી
ચીં ચીં કરતી ચકલી
બંધ થાય જ નહીં
બસ બોલ્યા જ કરે.
દીકરી
ઝરમર વરસતો લાગણીનો વરસાદ
વરસ્યા જ કરે
અનુભવવા નું મન થાય..
દીકરી
પ્રેમ થી ઉભરાતું વાદળ
વરસાદ બની વરસ્યા કરે
પલળવા નું મન થાય.
દીકરી
એક સપ્તરંગી મેઘધનુષ
જીવનમાં રંગ ભર્યા કરે
રંગીનમય બનાવી દે.
-પ્રાચી પટેલ 'ચીકુ'