#kavyotsav -2
તું આજે મૌન ને વાચા આપ,,
ને તારા હરેક અટપટા વિચાર ને બસ વિરામ આપ.
ખબર નહિ આ સંબંધ નું સંયોજન કેવું થશે..!!
પણ પૂર્ણવિરામ લાગે એ પહેલા અલ્પવિરામ છોડી ને છૂટા પડવાની પરવાનગી આપ.
એકબીજાને ઓળખી તો લીધા હવે જજ કરી ને સાવ ધિક્કારી ના બેસીએ એ પેલા એકબીજાની રજા લઈ લઈએ.
આંખો થી આંખોના વાર્તાલાપ કરી ને બસ હવે એક સરસ આલિંગન આપી ફરી એક મીઠાશ થી મળી શકીએ ત્યાં સુધી ની વિદાય આપ.
બસ તું પ્રેમ કર અને મને પણ કરવા દે
ને આપડે આપડા આ પ્રેમ ને પચાવી શકીએ આટલી ક્ષણો ની તારા થી દુર જવાની સહમતી આપ.