.....#.......સમાજની ખરી વ્યાખ્યા.....#......
દરેક શબ્દની વ્યાખ્યા,
એનો અર્થ એ શબ્દમાં જ છુપાયેલો હોય છે.
જેમ કે, ' સમાજ ' એટલે સમ + આજ.
જે દરેકની આજને સમ = સરખી બનાવે તે સમાજ.
રોજ સવારે નવી આજ થવાની જ છે. તેથી રોજ- રોજની આ આજને સમ રાખે તે સમાજ. અને આમ પણ આવતી કાલ, આજ થવાની જ છે.
દરેક જ્ઞાતિનો પોતાનો સમાજ હોય છે. આ સમાજ જ જ્ઞાતિના વિકાસનો વિચાર કરે, અને અમલમાં મૂકે છે. સમાજ જ સામાજિક રિવાજો ઘડે છે. બદલાતા જમાના, અને લોકોના બૌદ્ધિક વિકાસ સાથે સામાજિક રીતી- રિવાજોમાં પણ જરૂર વિકાસ થાય છે. હવે બાળ- વિવાહ, સતીપ્રથા, દહેજ, મહિલા શિક્ષણ, અંધશ્રદ્ધા વગેરે ઘણા ઘણા વાડાઓથી આજે સમાજ મુક્ત થયો છે. સમાજ બહાર મૂકવાના ( નાત બહાર ) જેવું માેટું દુષણ તો હવે લગભગ ખતમને આરે જ છે.
ગઈ કાલે:- સમાજ શું કહેશે?? સમાજને શું મોઢું બતાવશું?? આવું છાશવારે કહેવાતું.
પાણીમાં રહેવું, ને મગર સાથે વેર? સમાજમાં રહેવું હોય તો સમાજના નીતિ- નિયમો પાળવા જોઈએ.
આજે :- સમાજ ગયો તેલ લેવા. એમ લોકો કહેતા થયા છે.
સમાજના લોકો ૪ દિવસ બોલીને બંધ થઈ જશે. અને પછી ભૂલી પણ જશે. આજે લોકોનું વર્તુળ મોટું થઈ ગયું છે. વિચારસરણી બદલાઈ ગઈ છે. બધા પોતાનામાં વ્યસ્ત છે.
રાજા રામે સમાજના એક ધોબીના વેણે સીતાજીને વનમાં મોકલ્યા હતા. પણ હવેના રામ, સમાજના આવા કોઈ વેણ કાને ધરતા જ નથી.
સમાજનો બહુ મોટો ફાયદો કે, લોકોના ઘર જલ્દિથી બંધાય જતા હતા, ને તૂટતા અટકતા હતા. આજે એની જગ્યા મેરેજ બ્યુરો એ લીધી છે. પણ સમાજ જેવી મજબૂત પક્કડ એમાં નથી, કે નથી કોઈ જવાબદારી.
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી સમાજમાં રહેવામાં જ એનું હીત છે.
સ -- સમજદારી પૂર્વકના સંબંધની
મા -- માવજત અને
જ -- જતન.
બસ, આ જ સમાજ છે.