"વસિયતનામું"
કાચી ઉમરની કેદમાં મૂરઝાવું કે મલકાવું
શમણાંમાં કોઈ મરજાદ ન સચવાઈ તો
એક પાનાનું આ વસિયતનામું
એમાં માત્ર મારું મુઆફીનામું
ઓળખનાં ઉભરામાં ગભરાતું આ મન
સંબંધનો સલીકો કયાંક વીસરાયો તો
એક પાનાનું આ વસિયતનામું
એમાં માત્ર મારું મુઆફીનામું
રણની રેતનો જુઓ આ દઝાડતો સ્વભાવ
સફરમધ્યે ભાપ થઈ જવાયું તો
એક પાનાનું આ વસિયતનામું
એમાં માત્ર મારું મુઆફીનામું
દિલ્લગીનો દરિયો ઉમટ્યો છતાં
માશૂકને કશુંક ન કહી શકાયું તો
એક પાનાનું આ વસિયતનામું
એમાં માત્ર મારું મુઆફીનામું
કબર પર બેઠું કોઈ રાહ જોઈ છતાં
શ્વાસની કૂંપળથી ફરી કોળી ન શકાયું તો
એક પાનાનું આ વસિયતનામું
એમાં માત્ર મારું મુઆફીનામું
- આફરીન
#KAVYOTSAV -2