"વિન્યાસ"
રોજ એ જ સૂરજ ને એ જ દિવસ હોય છે
બદલાતી તો માત્ર આપણી હવસ હોય છે.
વહેતાં નીર એકસરખાં કેટલાં મસ્ત હોય છે.
વધતી તો માત્ર આપણી તરસ હોય છે.
જોજનની દૂરીમાં પણ દીવાનગી પ્રગટ હોય છે.
નજીક રહેવાની તો આપણી જ શરત હોય છે.
દિવસનો શો વાંક? એની તો ઉગવાની ફરજ હોય છે.
તડકાથી અભડાવાની તો રાતને જ તલબ હોય છે.
ઊર્મિઓ તો મન માંહે લગભગ હોય છે.
સમજવામાં જ મોટી ગફલત હોય છે.
મુકામ કે સરનામું ઘણાંનું સડક હોય છે
પણ અકલમાં અલગ જ અકડ હોય છે.
રસ્તો ભલે રહ્યો બહારવટનો 'આફરીન'
પણ ગુજરવાની તો આપણી જ ગરજ હોય છે.
#KAVYOTSAV -2