#KAVYOTSAV -2
આવ મારા દિલમાં હું રાખું તને,
ને પછી જો કેટલો ચાહું તને.
તું ભલે ના હોય મારી પાસમાં,
મારી ભીતર કાયમી ધારું તને.
જિંદગી મારી તો બદલાઈ જશે,
જિંદગીમાં જો કદી પામું તને.
પ્રેમ બહુ આપ્યો મને તેં એટલે,
ઈશની માફક સદા માનું તને.
સાથ હું આપીશ પડછાયો બની,
બોલ! એથી શું વધુ આપું તને.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)