ચાલને આજે મળી લઈએ, સાથે થોડું જીવી લઈએ.
તારું મારું કરી ને , એકબીજાને પામી લઈએ.
પ્રેમના પ્રવાહમાં ભળી જઈએ, એકબીજામાં ખોવાઈ જઈએ.
શું તારું ને શું મારું ? , ચાલ ને ભાગલા પાડી લઈએ.
તારા અને મારા રસ્તે મળી લઈએ, થોડી પાપા-પગલી કરી લઈએ.
હું મારા રસ્તે થી તું તારા રસ્તે થી, થોડી દિલને દસ્તક દઈ દઈએ.
હાથમાં હાથ ને પરોવી રાખીએ, લાગણીઓને પરસ્પર કરી લઈએ.
નયનથી નયન ને મિલાવી ને, થોડી વાતો પાંપણથી પણ કરી લઈએ.
મુલાકાતથી મુલાકાત કરી લઈએ, થોડું એકબીજાને જાણી લઈએ.
સમયે-સમયે વ્યથા અનોખી, ચાલને કસોટીઓ ને પારખી લઈએ.
મનના મંદિરે મળી લઈએ, થોડી પ્રેમની પૂજા કરી લઈએ.
દેહરૂપી દાન કરી લઈએ, હવારૂપી રૂખ થી રાખ માં ભળી જઈએ.
#KAVYOTSAV -2 #MatruBharti
લેખક : ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી"