#kavyotsav -2
લાગણી
મજૂર
મંજૂર મુજને મજૂર બનવું પણ નહીં મજબૂર.
સવારે સૂરજ જાગે એ પહેલાં હું થઈ જાઉં હાજર.
અળધો દેહ ખુલ્લો પગ માં નથી પગરખાં ને તાપ અપાર.
હું ભલે ભુખ્યો રહું પરિવાર લે સુખનો ઓડકાર.
વરસાદે છાપરું પણ રડે બની પાણીની ધાર.
શિયાળામાં શિર પર ઠુંઠવાઈ કાયા માથે પડે ઠાર .
મજૂરની મહામહેનત થકી આ શેઠ બંને શાહુકાર.
નર કહે આ સરકાર રમે રાજરમત મજૂર બંને બેકાર.
નથી સાંભળતાં કોઈ ગરીબને બની જાય લાચાર.
રોજ સવારે બાળ એના શાળા એ જાય કરે એ વિચાર.
અમે વેઠવી પીડા તમરો સુખમય બને સંસાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
લવાજમ✅