Gujarati Quote in Poem by Dr Sejal Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav_2

# આધ્યાત્મિક

લલાટે લખ્યું ભાગ્ય સ્વિકારી હું ચાલું ,
કર્મનું ફળ મળશે આવકારી હું ચાલું!

સમય સમાન રહેશે નહીં સદાય માટે,
વિપરીત સંજોગોને હરાવી હું ચાલું!

પડકારો આવશે પથમાં દરેક પગલે,
હિંમતભેર એક ડગલું ભરી હું ચાલું !

હાર અને જીત ક્રમ છે આ જીવનનો,
બાજી મારા જીવનની ખેલી હું ચાલું !

ઈશ્વર પર રાખું છું અતૂટ ભરોસો,
આશિષ મનમાં અનુભવી હું ચાલું!

ડો.સેજલ દેસાઈ
સુરત

Gujarati Poem by Dr Sejal Desai : 111156021
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now