મારું ગુજરાત.....
દેશ જોયા વિદેશ જોયા મારા ગુજરાત ની તોલે નહીં,
જે ભૂમિ પર ગાંધી થયા સરદાર વલ્લભભાઈ થયા,
નરસિંહ થયા જે લોક દિલ માં છાઈ ગયા,એ મારું ગુજરાત.....
પૈસા થી વાત થાય પૈસા ની ,લોકો ના મુખે ધીરુભાઇ,કરસન ભાઈ નું નામ એ મારું ગુજરાત...
આઝાદી ના સમણાં સાચા કરનાર ગાંધીજી ને કેમ વિસરાય પૈસા ની નોટો માં જીવંત એ મારા ગુજરાતી જય ગુજરાત......
દિલ્લી ની ગાદી એ બિરાજી વિશ્વ માં ડંકો વગાડી,
દુશ્મન દેશ ને ઝુકાવી, રસ્તા પર કરનાર એ નરેન્દ્ર મોદી દાદા એ મારું ગુજરાત.......
રાણી ની વાવ, મોઢેરા સુર્ય મંદિર,સીદી સૈયદ ની જાળી, રુદ્ર મહાલય વિદેશી ઓને ખેંચી લાવે એ મારું ગુજરાત......
પટોળા,બાંધણી જેને પહેરી ને લોકો વાહ વાહી કરાવી દે એ મારું ગુજરાત.......
પીઝા, બર્ગર ,નૂડલ્સ ખાધા ભલે,
લાડવા, રોટલા ચટણી,ઓળો,દહીં વધાર,
જે ખાણું તમને પૂર્વજો ના સમય માં લઈ જાય
એ મારું ગુજરાત........
હેપ્પી બર્થ ડે ગુજરાત અને મહારાષ્ટ્ર
શૈમી ઓઝા "લબ્સ "