ક્રમ છે જિંદગીનો આજે ખીલે સુમન તે કાલે કરમાઈ જાશે,
પ્રણય છે કે છળ, એ વિચારો પણ ધીરે ધીરે વિસરાઈ જાશે.
આશ ડાળે બેસીને મોરલો ટહુકા કરે,મોરલો ટહુકા કરે,
મેહુલિયો આવે નહીંને નયનદીપ વરસ્યા કરે,વરસ્યા કરે,
રાહ જોતા દિલને કહો કે આ તો વાદળ ,બંધાય ક્યારેક ને ક્યારેક વિખરાઈ જાશે.
ક્રમ છે જિંદગીનો આજે ખીલે સુમન, તે કાલે કરમાઈ જાશે.
હાથમાં સરકતી રેત છે આ જિંદગી ,
નક્કી શ્વાસોની ખેપ છે આ જિંદગી,
જે આપ્યું ઇશ્વરે એ આપી દે , તુજ પથ પમરાઈ જાશે.
ક્રમ છે જિંદગીનો આજે ખીલે સુમન, તે કાલે કરમાઈ જાશે.
નયનની ભાષા પણ ઘણી મજેદાર છે ,
શબ્દોથી વધારે ચૂપકી અસરદાર છે.
આંખોથી આંખો મળે ને રાહમાં ફૂલ પથરાઈ જાશે .
ક્રમ છે જિંદગીનો આજે ખીલે સુમન, તે કાલે કરમાઈ જાશે.
કઠિન સમય સાથે અડીખમ રહે તે પ્રેમ,
તકલીફમાં પણ આગળ વધે તે પ્રેમ,
સમય આવે પ્રેમ હતો કે વહેમ સમજાઈ જાશે.
ક્રમ છે જિંદગીનો આજે ખીલે સુમન, તે કાલે કરમાઈ જાશે.
ક્રમ છે જિંદગીનો આજે ખીલે સુમન તે કાલે કરમાઈ જાશે,
પ્રણય છે કે છળ, એ વિચારો પણ ધીરે ધીરે વિસરાઈ જાશે.
- જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'