સતત ઉઘાડબંધ થયા કરે છે પાંપણ.
હરિદર્શનની રાહ જોયા કરે છે પાંપણ.
વાસ છે નિમી રાજાનો મત પુરાણોનો,
આંખને તેજથી રક્ષ્યા કરે છે પાંપણ.
નથી પડવા દેતી કચરો નૈનમાં કદીએ,
બની ઢાલ પોતે ઝીલ્યા કરે છે પાંપણ.
બની ચોકીદાર ઊભી છે નયનદ્વારે,
સલામતી ચક્ષુને બક્ષ્યા કરે છે પાંપણ.
મળી જતાં મનભાવન દ્રશ્ય સન્મુખ,
પલકારાને એ પરિહર્યા કરે છે પાંપણ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '