આસ્થા, બંદગીની ચાલો રસમ નિભાવીએ
ઈશ પરના વિશ્વાસની ચાલો અસર બતાવીએ,
હાથના કર્યા જ હૈયે વાગે પછી ના નજર ફેરવીએ
ઝીંક્યા જે પત્થરના ઘા બદલી ઈંટ જગત ધરે,
નભ આકાશ વચ્ચે સઘળુ સીદને અન્યત્ર ભટકીએ
પાપપુણ્ય નથી કોઈ હિસાબ સૌ માટીમા અતઃ મળીએ,
વેરઝેરની ગાંઠડીઓ તો અંતર પટમા ચિતરીએ
પણ જાતની ભુલનુ મૂલ્યાંકન ના હ્રદય થકી કરીએ,
ધનના. ગુમાનમા માવતરને અહમ ના દેખાડીએ
કળયુગના છે સાક્ષાત ઈશ્વર જરા ખૂદને મઠારીએ.
- નિમુ ચૌહાણ..સાંજ