23-04-2019 રાજનીતી
જોકે મને રાજકારણ મા કયારેય રસ રહ્યો જ નથી. પણ લોકશાહી દેશ માં પોતાની વિચારધારા રજુ કરવા નુ મન તો થાય જ.
બીજા દેશો કરતા આપણો દેશ રાજકારણ ના લીધે પેહલે થી જ ચર્ચા મા રહ્યો છે. હવે વાત કરીયે બીજા રાજ્યો ની તો ત્યાં 2 કરતા વધારે પક્ષ વચ્ચે ટક્કર થાય છે જ્યારે આપણા ગુજરાત મા ફક્ત 2 પક્ષ વચ્ચે જ ટક્કર થાય છે.✋?
દ્વાપરયુગ હોય કે પછી ત્રેતાયુગ થયી ગયેલા બધા જ ભયાનક યુધ્ધો મા રાજકારણ તો રમાયુ જ હતુ. જોકે એમા કયાંક ધર્મ ના કલ્યાણ નો હેતુ હતો પણ આ યુગ ના રાજકારણ મા કોનુ કલ્યાણ ? ?
જેમ દેવો મા ત્રિદેવ એવા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના નામ સૌથી ઉપર લેવાય એમ નેતા ના દરેક ભાષણ મા ગરીબી મોંઘવારી અને ભ્રષ્ટાચાર નુ નામ તો લેવાય જ. એમા પણ આતંકવાદ અને બાબરી મસ્જિદ ના મુદ્દા તો એટલા ફેમસ છે કે જેટલુ સોશિયલ મિડીયા મા ફેસબુક અને વોટ્સએપ.
પાર્લામેન્ટ મા તો સાસુ વહુ ના ઝઘડા ની જેમ એક જ રુમ મા તિખી નોકજોક વર્ષો થી ચાલતી આવે છે. અને કદાચ ઉંદર બિલાડી નો આ ખેલ વર્ષો સુધી ચાલશે પણ ખરો.?
ખોટા વાયદા અને મોટા વચનો જાહેર મા જનતા ને આપી બદલા મા વોટ માંગી જતો ધુતારો એટલે નેતા.
ટુંકમા રાજકારણ ઉર્ફે પોલિટિક્સ એટલે યુગો થી ચાલતી આવતી એક એવી પ્રથા જેમા સામેના પક્ષ ને દાવપેચ કરી ને નીચે પછાળવુ. જોકે બીજા શબ્દો મા તેને ચતુર કે બુધ્ધીજીવીઓ ધ્વારા રમાતુ ગંદુ ષડયંત્ર પણ કહી જ શકાય.
હવે તમારે 72,000 લેવા છે કે 5,00,000 લાખ એ તો તમારા પર નિર્ભર છે.?