ભેદભાવ....
હું પાણી એક, છતાં ભિન્ન ભિન્ન !
ક્યાંક ઈશ્વર પર મારો અભિષેક
ક્યાંક દૂષિત ગણી થાય નિકાલ ..
...માનવી તણાં ભેદભાવ થકી !
હું અંશ એક, છતાં ભિન્ન ભિન્ન !
દીકરો થાઉં તો સૌની આંખ માં હેત ની હેલી
દીકરી થાઉં તો કોક ને કણા ની જેમ ખૂંચતી
...માનવી તણાં ભેદભાવ થકી !
હું લોહી એક, છતાં ભિન્ન ભિન્ન !
હિન્દુ થઈ ને સ્મશાન માં બળતો
મુસ્લિમ થઈ ને દફન કબર માં થતો
...માનવી તણાં ભેદભાવ થકી !
હું ઈશ એક, છતાં ભિન્ન ભિન્ન !
શિવ થઈ ને મંદિર માં પુજાતો
અલ્લાહ થઈ ને મસ્જિદ માં રહેતો
...માનવી તણાં ભેદભાવ થકી !!