સન્માન હરહંમેશ થાય છે માનવીના સદવિચારોનું
સન્માન હરહંમેશ થાય છે માનવીના સારાઆચારનું.
સન્માન પૈસાનું થવું એ વાત તો થઈ દુનિયાદારીની,
સન્માન હરહંમેશ થાય છે માનવમાંના કલાકારનું.
સન્માન સત્તા કે અધિકારનું સ્વાર્થની બુનિયાદમાં,
સન્માન હરહંમેશ થાય છે સત્કાર્ય સદા કરનારનું.
કરી સન્માન લાભ ખાટવો છે આ રીત જગતની,
સન્માન હરહંમેશ થાય છે પરમપિતાને સાધનારનું.
ન હોય પાત્રતા તો સન્માન બને અહંને પોષનારું,
સન્માન હરહંમેશ થાયછે પરોપકારે જીવનારનું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '