આજ ચાલી લે હાથ પકડીને મારો,
કાલ કદાચ આ રાહદાર હોય ન હોય.
લઈ લે ખૂશ્બુ આ બગીચાનાં ફુલોની,
કાલ કદાચ આ બાગબાન હોય ન હોય.
થોડો પ્રેમ કાંટાને પણ કરી લે,
કાલ કદાચ આ વસંતબહાર હોય ન હોય.
તું કહેતી કે તારું જ છે બધું તો સોંપીદે,
કાલ કદાચ આ ચાહદાર હોય ન હોય.
લાગણીઓથી હજુ જીવંત છે સંબંધ થોડોક,
કરીદે તારી લાગણીઓનો સરવાળો,
કાલ કદાચ આ દરકાર હોય ન હોય.
ફરિયાદ હોય તેટલી આજ કહી દે,
કાલ કદાચ આ સાંભળનાર હોય ન હોય.
કરી લે ભરોસો આ દિલ પર આજે,
કાલ કદાચ આ દિલ વફાદાર હોય ન હોય...
- Ravikumar Aghera