ડાયેટિંગ અને કસરત ચાલુ કરવા ના દ્રઢ નીર્ધાર સાથે સવાર માં છાપુ ખોલ્યું ત્યાં સમાચાર વાંચ્યા કે એક લેડી પાંચ કિલોમીટર દોડી ને આવી ઘરે પહોંચી દુધી નો જ્યુસ પીધો અને તબિયત લથડી , હોસ્પિટલ માં દાખલ કરી પણ ડોક્ટર્સ એને બચાવી ના શક્યા
ડોક્ટર ના કેહવા મુજબ કડવી દૂધી નો રસ પીવા થી એમના શરીર માં ઝેર પ્રસરી ગયું હતું અને ડોક્ટર એ કહ્યું કે મેડિકલ જર્નલ માં પણ લોકો ને સાવધાની રાખવા નું સૂચવવા માં આવ્યું છે કે દૂધી નો રસ કડવો કે તુરો લાગતો હોય તો પીવો નહિ અને આ સિવાય ફણગાવેલા કઠોળ માં પણ બે પ્રકાર ના બેકેટેરીયા થઇ જવા ની સંભાવના છે જે તમારા શરીર ને ખુબ નુકસાન પહોંચાડી શકે છે.
*આ વાંચ્યા પછી એમ થયું કે આ રવાડે ચડાય નહિ એના કરતા આપણા ગાઠીયા સારા, ગાંઠિયા ખાઈ ને કોઈ મરી ગયો હોય એવું સાંભળ્યું નથી*
*બાંધ ભાઈ તું આપણા 250 લાંબા ને 150 વણેલા , સંભારો વધુ અને વીણી ને મોટા મરચા નાખજે.*??