છબછબિયાં....
સંબંધો ને તો પાણી માં કરેલા છબછબિયાં ની જેમ જીવાય
હિલોળા લેતા નાના નાના લાગણીના વર્તુ ની જેમ
પલ માં ગાયબ પણ એ જીવેલી પલ ને અમર કરી દે એના જેમ
અપેક્ષાઓ માં ઊંડા ગરકાવ કરતા તો ઉપરછલાં સ્નેહરૂપી વહેણ માં વહેવું શું ખોટું!?
વેદના ઓ ના કંકર એકબીજા પર ઉડાડવા કરતા નાનકડી સંવેદનાઓ ની લહેરો ને બસ ખાલી લહેરાવા દેવામાં શુ વાંધો..!!
ક્યાંક તું ક્યાંક હું મટી 'આપણે' બન્યા પછી પણ આ "તું -હું"
લાગણીઓ ની અપેક્ષારૂપી ખાડામાં પડી ને વિખેરાઈ જાય એના કરતાં બસ એ તાંતણા ઓ ને વધુ સ્પર્શ્યા વિના એને જીવાડી જવામાં જ મજા હોય છે.
એટલે જ લાગણીના સંબંધો ને નિભાવાની ક્ષમતા પ્રમાણે જ ખીલવા દેવાના બાકી સમજણ વીના ના ઊંડા ગરકાવ માં તડફડિયા સિવાય કશું જ ન મળે..!!
અને એટલે જ છબછબિયાં માં જ ખરેખર લાગણી ,પ્રેમ લગ્ન ,જીવન સંસાર ને જિંદગી ને જીવવાની મજા છે.
આખરે બેહોશ તડફડિયા કોઈ ને યાદ નહીં રે પણ મોજીલા છબછબિયાં હરેક ને યાદગાર રહી જશે.
-Hina modha.