English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?||શ્રી કૃષ્ણ:શરણં મમ્ ||?
?||શ્રી અષ્ટાક્ષર ધ્વની ||?
???
શ્રી કૃષ્ણ:શરણં મમ્, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
શ્રી કૃષ્ણ:શરણં મમ્, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
કદમ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
જમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
વૃંદાવનનાં વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ગોકળીયાની ગાયો બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
કુંજકુંજની વનઉપવન બોલે,શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
વ્રજભૂમિના રજકણ બોલે, શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
રાસ રમંતા ગોપી બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ધેનુ ચરાવંતા ગોપા બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
શરણાઈ ને તંબુરામાં બોલે, શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ચંદ સરોવર ચોક બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
પત્ર પત્ર શાખાઓ બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
આંબ લીંબુ ને જાંબુ બોલે,શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
વનસ્પતિ હરિયાળી બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
જતીપુરના લોકો બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
મથુરાજીના ચોબા બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ગોવઁધનનાં શિખરો બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ગલી ગલી ગહેરવન બોલે,શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
વેણુ સ્વર સંગીત બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
કળા કરતાં મોર બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
પુલિન કંદરા મધુવન બોલે,શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
શ્રીયમુનાજીની લહેરો બોલે,શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
આંબા ડાળે કોયલ બોલે,શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
તુલશીજીના ક્યારા બોલે,શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
સવઁ જગતમાં વ્યાપક બોલે,શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
વિરહી જનનાં હૈયાં બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
કૃષ્ણ વિયોગે ચાતુર બોલે,શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
વલ્લભી વૈષ્ણવ સવઁ બોલે,શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
મધુર વીણા વાજિંત્રો બોલે,શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
કુમુદિની સરોવરમાં બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
ચંદ્ર સૂર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
તારલિયાનાં મંડળ બોલે,શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
અષ્ટ પ્રહર આનંદ બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
રોમ રોમ વ્યાકુલ બોલે, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
મહામંત્ર મનમાંહે બોલે,શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
જુગલ ચરણાનુરાગે બોલે,શ્રીકૃષ્ણ:શરણં મમ્ ?
શ્રી કૃષ્ણ:શરણં મમ્, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
શ્રી કૃષ્ણ:શરણં મમ્, શ્રી કૃષ્ણ:શરણં મમ્ ?
??? જય શ્રી કૃષ્ણ: શરણં મમ્ ???

English Shayri by બાબા સત્સંગી : 111137600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now