નકશા માં નથી ચણાયેલી ઇમારત એ વાત સમજાઈ જશે..
કિસ્મત માં નથી જે વાત એ કાગળે લખાઈ જશે...
હાસ્ય અને અશ્રુ બન્ને રહે સાથે એ શક્ય નથી...
"યાદ" રહી જો મંજિલ મને તો રસ્તાઓ વિસરાઈ જશે...
એના વચન પર ખેલ્યો છે દાવ મેં પ્રેમ નો...
હોય છો મધુરી યાદ આજે.. પણ કાલ થતા બદલાય જશે...
છે આજે પ્રીત ની ખુમારી મુખ પર હર્ષ ની..
વિયોગ ના એક "પલ" થી આંખમાં અશ્રુ બની વહેંચાઈ જશે.
પારુલ ઠક્કર "યાદે"