રેતની જેમ સરકતી જાય છે જીંદગી
શરૂવાત ક્યાંથી કરું એ સમજુ પેહલા
જ અંતે આવી જાય છે જિંદગી.
કાલે કરીશું કાલે જીવીશું ના વિચાર માં
ભૂત કાળ બની જાય છે જીંદગી...
લાખો સપના હોય આ આંખોમાં તોય
અંધકાર બની જાય છે જિંદગી
કોઈક તો એવી ક્ષણ મળે જ્યા હું મુક્ત પણે જીવુ
એ વિચાર આવે ત્યાં તો મુક્ત કરી દે છે જીંદગી
રેતની જેમ સરકતી જાય છે જિંદગી ને
હું સમજુ પેહલા તો પુરી થાય છે જિંદગી.
નયના પટેલ...